"આજે હોમ મેઇડ ચોકલેટસ બનાવી રહી હતી,
થોડો કોકોપાવડર વધુ પડ્યો ને બધું કડવું થઈ ગયું.
ત્યાર થી વિચારી રહી છું સંબંધોમાં શું વધું થયું?
કે અચાનક કડવાહટ પ્રસરી ગઈ. "
અતિશયોક્તિ, અતિરેક, અતિશય, વધું હોવું, અનહદ, આ બધાં એક જ શબ્દના સમાનાર્થી છે. દરેક વસ્તુનું એક પ્રમાણ હોય છે જો એનાથી વધું થાય તો એની વિપરીત અસર થવાની જ.
*પ્રેમિકા ના પ્રેમ નો અતિરેક એના પ્રેમી ને એના તરફ નિષ્ફીકર બેધ્યાન બનાવી દે છે.
*અતિશય લાડ માં ઉછરેલુ બાળક સ્વચ્છંદી ને જિદ્દી થઈ જાય છે.
*વારંવાર આવતાં દુઃખ ને તકલીફો મજબુત માં મજબુત મનુષ્યને કમજોર બનાવી દે છે.
*અતિ ગુણવાન વ્યક્તિમાં પણ દોષ તો છુપાયેલા હોય શકે.
*ભરેલા પાત્ર માં વધારાનું પ્રવાહી ઉમેરતા જાઓ તો એ છલકાઈને બહાર જ પડવાનું.
"અતિ ને ના મળે કદી ગતિ" જો આ વાત દરેક ની સમજ માં આવી જાય ને તો ઘણાં ખરા અંશે પરિવર્તન શક્ય બને છે. દરેક સંજોગો દરેક વસ્તુ એના નિયત માપ અનુસાર થતી રહે તો દુઃખ તકલીફો ઉભાં જ ના થાય. પણ આ માનવ મન છે ને બહું ચંચળ છે જે મળે તે ઓછું જે લાગે હજી થોડું વધું મળી જાય તો કેવું સારું. બસ આમાં જ અટવાયા કરે છે ને ચાર દિવસ ની જિંદગી પૂરી થઈ જાય છે.